સુરત પોલીસ મુંબઈ જઈ વેશપલ્ટો કરી ડ્રગ્સ સપ્લાયરોને પકડ્યા

સુરત પોલીસ મુંબઈ જઈ વેશપલ્ટો કરી ડ્રગ્સ સપ્લાયરોને પકડ્યા

સુરત :

થોડા સમય પહેલાં શહેરના લાલગેટ વિસ્તારમાંથી પકડાયેલા 1 કરોડની કિંમતના 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં સુરત એસઓજી પોલીસે મુંબઈ જઈ વેશપલટો કરી ફિલ્મી સ્ટાઈલમાં મુખ્ય આરોપી સહિત ડ્રગ્સ સપ્લાયર, પેડલર્સ અને રિટેલર્સ એવા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત એસઓજીના અધિકારીઓના વેશપલટાના ફોટા પણ વાયરલ થયા છે.

સુરત-મુંબઈ વચ્ચે આ રીતે ચાલતું ડ્રગ્સનું નેટવર્ક

ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય પેડલરો, ડ્રગ્સ વેચાણ કરતા રીટેઇલરો સુરત ખાતે રહેતા હોવાની માહિતી મળી હતી. આથી એસઓજીએ કાંઈ ગંધ આવે તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડવા એસઓજીના પીએસઆઈ આર.એમ.સોલંકીની આગેવાનીમાં એક ટીમને તાત્કાલીક રાતોરાત મુંબઈ ખાતે રવાના કરવામાં આવી હતી. સુરત ખાતેના આરોપીઓને પકડવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવી તેઓને કામે લગાડવામાં આવી હતી, આ ટીમોએ 6 આરોપીઓને પકડી પાડ્યા છે.સુરત રહેતો મુખ્ય આરોપી મો.કાસીફ ઇકબાલ પસીના મુંબઈ ખાતે રહેતા ડ્રગ્સ સપલાયર આસીફ ઉર્ફે બાવા અફાક અહેમદ ખાનને ડ્રગ્સનો જથ્થા બંધ ઓર્ડર આપતો અને તે ડ્રગ્સ લેવા માટે સુરત ખાતે રહેતા આરોપી ફયાઝઅલી સૈયદઅલી તથા મો.સાહીદજમાલ ઈકબાલ ખાન તથા વોન્ટેડ આરોપી શહાબાજ ઇર્શાદખાનને મુંબઈ મોકલી આપતો. તે મુંબઈ જઈ ડ્રગ્સ સપ્લાયરના પેડલર ઇમરાન ઇમતિયાઝ ખાન પાસેથી ડ્રગ્સની ડીલેવરી મેળવી સુરત આવી મો. કાસીફને આપતો. દરેકને એક ટ્રીપના 15 થી 20 હજાર મળતા હતા. આ ડ્રગ્સ મો.કાસીફ સુરત ખાતે રહેતા રીટેઈલર આરોપી મન્સુર ઉસ્માન મલેક તથા અન્ય રીટેઈલરો ને વેચાણથી આપતા હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)