ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા: તાલાલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભૂંકંપનો આંચકો અનુભવાતા લોકો ફફડી ઉઠ્યા*

*ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા: તાલાલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભૂંકંપનો આંચકો અનુભવાતા લોકો ફફડી ઉઠ્યા*

 

ફરી એક વખત તાલાળા અને તેની આસપાસની વિસ્તાર છે તેમાં ધરા ધ્રુજી ઉઠી છે ત્યારે તાલાળા અને તેમના આસપાસના વિસ્તારના લોકો છે તે ભયભીત જોવા મળ્યા છે

ગીર સોમનાથના તાલાળા માં ગઈકાલે ભૂકંપના બે હળવા આશકા અનુભવાય હતાં તાલાલા ગીર પંથકમાં આજે બપોરે ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા હતા અને લોકો ભાયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા.

 

*આ અંગેની માહિતી મુજબ કાલે બપોરે પ્રથમ 3:14 મિનિટે 3.7ની તીવ્રતાનો પ્રથમ આંચકો*

અનુભવાયો હતો. ત્યારબાદ 3:18 મિનિટે 3.4ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. સ્થાનિકોના કહેવા અનુસાર ધડાકા સાથે આ બે આંચકા અનુભવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર નીકળી ચૂક્યા હતા. .અને આજે ફરી એક વખત 12:55 મિનિટે તાલાળા ની આસપાસના જે વિસ્તાર છે ત્યાં *3.7 ની તીવ્રતાનો ભૂકંપ ના હળવો આંચકો અનુભવાયો હતો*

જોકે હાલ હળવા આસકા ને લઈને કોઈ જાન માલ ના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ ગીર સોમનાથ જિલ્લા ના કલેકટરની સુચનાથી તંત્ર એલર્ટ બન્યું છે અને તાલાળા અને તેમની આસપાસના જે વિસ્તાર છે તેમાં લોકોને સાવ સહિત રહેવા સુચના અપાઈ અને જ્યારે જ્યારે હળવા ભૂકંપના આંચકા આવતા હોય અથવા તો ભારે ભુકંપ આવે તો કયા પ્રકારની કાળજી રાખવી ક્યા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ બાબતે તંત્ર એલેટ બન્યું છે ને તાલાળા ના લોકોને આ બાબતે જાગૃત કરાય રહ્યા છે બે દિવસથી ધરા ધ્રુજવાના કારણે લોકો પણ હવે ભ્યભીત જોવા મળી રહ્યા છે.

 

અહેવાલ :- હુસેન ભદારકા (ગીર સોમનાથ)