જૂનાગઢમાં બેગ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ

  1. જૂનાગઢમાં બેગ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ

જૂનાગઢ ના પિયુષભાઇ નાથાભાઇ વાઢેર Levi’s નાં સ્ટોરમાં નોકરી કરવા મધુરમથી મોતીબાગ સ્ટોરએ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. મોતીબાગ ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું અગત્યના ડોક્યુમેન્ટ્સના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈ.જી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ.પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હરસુખભાઇ સિસોદીયા, ચેતનભાઇ સોલંકી, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર યુક્તિબેન ભારથી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પિયુષભાઇ વાઢેર મોતીબાગ ખાતે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા ઓટો રિક્ષાનો રજી. નં. GJ-07-VW-5123 શોધી પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ આથી પિયુષભાઇ વાઢેરના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા પિયુષભાઇએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

*કોઈ પણ ખોવાયેલી વસ્તુ બાબતે અગ્રેસર નેત્રમ શાખા જૂનાગઢ ટિમ…*

 

આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)