જૂનાગઢ ક્ષત્રિય સમાજ નું મહા સંમેલન યોજાયું

જૂનાગઢ ક્ષત્રિય સમાજ નું મહા સંમેલન યોજાયું

 

જુનાગઢ :

 

જુનાગઢ ખાતે ક્ષત્રીય સમાજનુ અસ્મિતા મહાસંમેલન યોજાયુ હતું..સંમેલનમાં રાષ્ટ્રીય કરણીસેના જુનાગઢ જીલ્લા પ્રમુખ ધરમેન્દ્રસિંહ વાઘેલા,,સાવરકુંડલાના ક્ષત્રિય આગેવાન પ્રતાપભાઇ ખુમાણ,, રામકુભાઇ કરપડા (સુરેંદ્રનગર)

,,અનિરુધ્ધસિંહ જાડેજા ( રાજકોટ ) ખાસ હાજર રહ્યા હતા..સંમેલનમાં દરેક વક્તાએ પુરુષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનની ટીકા કરી હતી..ઉપરાંત ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાઈ તે બાબતની નિંદા કરી હતી..

 

 

 

*ક્ષત્રિયો નો વિરોધ એકજ મુદ્દો રૂપાલા નો વિરોધ યથાવત..*

 

 

ઉપરાંત ક્ષત્રિયોની લડત આ યથાવત રહેશે તે બાબતનું પણ આહવાન કરાયું હતું..ભાજપ દ્વારા ગમે તેવા ડેમેજ કંટ્રોલ કરાય પરંતુ આપણે તેની વાતોમાં ભરમાંઈ ન જવાની વાત પણ જણાવવામાં આવી હતી..સંમેલનમાં જય ભવાનીના નારા પણ લગાવાયા હતા.. નિષ્કર્ષ રૂપે જૂનાગઢ સ્થિત ક્ષત્રિય મહાસંમેલનમાં રૂપાલાનો વિરોધ યથાવત રાખવા માટે આહવાન કરાયું હતું..અંતમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના લોકોએ ફ્લેશ લાઈટ કરી ભાજપ વિરૂધ્ધ મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી..

 

 

અહેવાલ :- જગદીશ યાદવ ( જૂનાગઢ )