જૂનાગઢ પોલીસ ની નેત્રમ શાખા ની સરાહનીય કામગીરી.

જૂનાગઢમાં રૂ.૧૪,૫૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરી ની ક્લાકોમાં શોધી આપેલ.

 

જૂનાગઢ જિલ્લાના માણાવદર ના વતની શ્રી જતીનભાઈ મહેશભાઈ ગોહેલ,જૂનાગઢમાં નોબલ સ્કૂલમાં અભ્યાસ કરે છે આથી મોતીબાગ સર્કલ પાસે ચા પીવા માટે રોકાયેલ તે દરમ્યાન તેમનો રૂ.૧૪,૫૦૦/- ની કિંમતનો iPhone X મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ને જાણ કરતા તેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા, હિનાબેન વેગડા, એન્જીનીયર જલ્પાબેન રામ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જતીનભાઇ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા જતીનભાઇ પોતાનો રૂ.૧૪,૫૦૦/- ની કિંમતનો iPhone X મોબાઇલ ફોન ટી-સ્ટોલએ જ ભુલીને જતા રહેલ ત્યારબાદ તુરંત જ એક અજાણ્યો વ્યકિત તે ટી-સ્ટોલે આવે છે અને તે મોબાઇલ ફોન ઉઠાવે છે તેવું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવેલ હતું

જૂનાગઢ પોલીસ નેત્રમ શાખા દ્વારા ઘણીજ ખોવાયેલી વસ્તુઓ પરત મળેલ છે

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે વ્યક્તિનો આગળનો રૂટ ચેક કરતા તે અજાણ્યો વ્યકિત રજી. નં. GJ-25-AC-0841 એક્ટીવા લઇને આવેલ હોવુ તેવું શોધી પોલીસ સ્ટાફ દ્વારા તે એક્ટીવા ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તે એક્ટીવા ચાલકને ઠપકો આપી મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત શ્રી જતીનભાઈ ને પરત આપવામાં આવતા જતીનભાઇ ગોહેલે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)