૧૭૧ શ્રીમદ ભાગવત કથા, નિ:શુલ્ક સેવા યજ્ઞ યોજાયો, રુક્ષ્મણી વિવાહ પ્રસંગમાં બ્રહ્મ દેવ ની દીકરી ના લગ્ન યોજાયા

જૂનાગઢ શ્રી ગાયત્રી શક્તિપીઠ, ગિરનાર રોડ,જુનાગઢ ખાતે તારીખ ૧/૫/૨૪ થી ૭/૫/૨૪ દરમ્યાન ભાગવત કથાનુ આયોજન શ્રી ગાયત્રી પરિવાર શક્તિપીઠ, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ, શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, તેમજ શ્રીજી લોક સેવા ફાઉન્ડેશન. જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.

જૂનાગઢ ખાતે ગાયત્રી શક્તિપીઠ ખાતે લગ્ન માં બહોળી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા..

આ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે લગ્નની ઝાંખીરૂપ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી નો ફોટો રાખી રૂક્ષ્મણી વિવાહ પ્રસંગના રૂપમાં બ્રાહ્મણ પરિવાર ની દીકરીના લગ્ન કરાવી આપ્યા હતા, ભાગવત કથા ના મંડપમાં જ આ લગ્નનું આયોજન કરી દીકરીને સાસરે વળાવી હતી. સાથે ૮૫ જેટલી વસ્તુઓ પણ કરિયાવરમાં આપવામાં આવી હતી.
આ સમય દરમ્યાન મધુરમ માં રહેતા રીક્ષા ચાલક મહેશભાઈ ભોજક ના ઉ.વ.૨૨ વર્ષના દીકરાને અકસ્માત માં માથા માં ગંભીર ઈજા થતાં તાત્કાલિક રૂપિયાની જરૂર પડી, અને તેઓનું અમૃતમ કાર્ડ પણ ચાલતું ન હતું. આથી આ ગરીબ પરિવારની ઝોલીમાં દરેક શ્રોતાગણને યથા – યોગ્ય યોગદાન આપવાની અપીલ કરતા કથા મંડપમાં બેઠેલા ભક્તજનો દ્વારા સત્વરે માત્ર ૧ કલાક માં રૂ.૫૦,૭૦૦/- જેવી રકમ એકઠી કરી આપી, આ રીતે માનવતાની મહેંક ખીલી ઉઠી.
આ ભાગવત કથાના મુખ્ય આયોજક શ્રી નાગભાઈ વાળા, શ્રી મનસુખભાઈ વાજા, શ્રી આશિષભાઈ રાવલ, અને શ્રી અમુભાઈ પાનસુરીયા ના સહિયારા પ્રયાસોથી સેવાયજ્ઞ યોજાયો હતો.
કથામાં વ્યાસપીઠ પરથી શ્રી રવિભાઈ દવે (મોણપરી વાળા) તરફથી ભાગવત નું રસપાન કરાવ્યું હતું.

તમામ કાર્ય માં દાતા શ્રી ના સહયોગ થી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાઈ હતી..

૧૭૧ નિશુલ્ક સેવા યજ્ઞ ના ભોજન પ્રસાદના દાતા મોરબીના ભામાશા શ્રી જમનાદાસ બાપા (હરિહર અન્નક્ષેત્ર) તરફથી યોગદાન મળેલ હતું.
આ સેવા યજ્ઞમાં શ્રી રવિન્દ્રભાઈ વ્યાસ, શ્રી જીતુભાઈ નેનુજી, શ્રી અલ્પેશભાઇ પરમાર, શ્રી બટુક બાપુ, શ્રી શાંતાબેન બેસ, શ્રી રવજીભાઈ, શ્રી ભાભલુ બાપુ, શ્રી ખીમજીભાઇ ડાભી, શ્રી મનોજભાઈ સાવલિયા, શ્રી પ્રવીણભાઈ જોશી, શ્રી ચંપકભાઈ જેઠવા, શ્રી હીનાબેન જાની, શ્રી કે કે ગોસાઈ શ્રી મનોહરસિંહ ઝાલા, શ્રી કેતનભાઇ નાંઢા, પરેશભાઈ બાંટવીયા, નટુભાઈ વ્યાસ, હરેશભાઈ ઠાકર, રાજુભાઈ વ્યાસ, કમલેશભાઈ ટાંક દ્વારા આ સેવા યજ્ઞમાં પોતાનો કિંમતી સહયોગ આપ્યો હતો,

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)