ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષીને શહેરના પ્રતિષ્ઠિત તબીબોનું સમર્થન

ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષીને શહેરના પ્રતિષ્ઠિત તબીબોનું સમર્થન

 

વડોદરા

 

વડાપ્રધાનના અબકી બાર ૪૦૦ પાર સંકલ્પને સાકાર કરવા પ્રબુધ્ધ નાગરિકો પણ જોડાયા.

ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી સવારે ૧૧ વાગે સારાભાઈ રોડ સ્થિત ઓશિયન બિલ્ડિંગમાં આયોજિત પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત ભાજપા સમર્થક પ્રબુધ્ધ નાગરિકોના સંમેલનમાં સંપર્ક મુલાકાતે ગયા હતા. આ પ્રસંગે AECC ગ્લોબલ ઓફિસ દવારા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરતા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી એ જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સ્વચ્છ પ્રતિભા અને વહીવટી કુશળતાથી આપ સૌ પ્રભાવિત છો. રાષ્ટ્રની સેવાર્થે અને જનજન હિતાર્થે આપણા વડાપ્રધાન ૨૪ કલાક કાર્યરત રહે છે. તેઓશ્રીના સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને આત્મ નિર્ભર ભારતના આયોજન થકી આપણો દેશ દુનિયાના અગ્રીમ દેશોની હરોળમાં ઉભો છે. ભારત વિશ્વમાં ત્રીજું મોટું અર્થતંત્ર બનવા તરફ ગતિશીલ પ્રયાણ કરી રહ્યું છે.

 

ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી સાંજે ૪ વાગે શહેરના સલાટવાડા સ્થિત IMA HOUSE ખાતે IMA મેગા ડોક્ટર્સ મીટીંગ માં અને ડોક્ટર્સ ફિટનેસ હબના ઉદઘાટન પ્રસંગે પહોંચ્યા હતા, જ્યાં ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી દ્વારા ડોક્ટર્સ ફિટનેસ હબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ઉપસ્થિત તબીબો સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના નાગરિકોને વિશેષ કરીને વયસ્ક નાગરિકોને તબિબી સેવા મળી રહે, તે માટે ગામડાઓમાં PHC સેન્ટરથી માંડીને શહેરોમાં સાધન, સામગ્રી અને સુવિધાઓથી સજ્જ દવાખાનાઓનું નિર્માણ કરી રહ્યા છે અને હવે દેશના ૭૦ વર્ષ ઉપરાંત તમામ વયસ્ક નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ૫ લાખ સુધી મેડિકલ ઇન્સ્યોરન્સ ની જોગવાઈ કરી છે આજે ભારત વિનામૂલ્યે મેડિકલ સુવિધાઓ પૂરી પાડવા દુનિયામાં અગ્રસેર છે વડાપ્રધાન મોદીજીના દિવ્ય ભારત, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપ સહભાગી બનો એવી અપીલ કરી હતી. અંતે ઉપસ્થિત તબીબીઓએ ડૉ. હેમાંગ જોષીને સમર્થન આપી ભાજપાના કમળને ખીલવવા સંકલ્પ કર્યો હતો.

 

અહેવાલ :- અશોક કહાર ( વડોદરા )