વડોદરામાં યુવાનને માર મારવાની ઘટના માં આખરે 2 પોલીસકર્મી વિરૂદ્ધ થઈ ફરિયાદ

વડોદરામાં યુવાનને માર મારવાની ઘટના માં આખરે 2 પોલીસકર્મી વિરૂદ્ધ થઈ ફરિયાદ

વડોદરા

 

વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આમલેટની લારી ચલાવતા યુવાનને જીવલેણ માર મારનાર બે કોન્સ્ટેબલ અને PCR વાનના ડ્રાઈવર સામે આખરે ગુનો નોંધાયો.

 

ફૈઝાન નામના યુવાનને જીવલેણ માર મારનાર કોન્સ્ટેબલ મહંમદ સલીમ, રઘુવીર ભગત તેમજ PCR વાનના ડ્રાઈવર કિશન સામે સયાજીગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તો સામે લારીધારક ફૈઝાન સામે પણ સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. વડોદરામાં મોડીરાત્રે પોલીસની બર્બરતાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે આમલેટની લારી બંધ કરાવવા મામલે પોલીસ અને યુવક વચ્ચે તકરાર થઈ હતી. પોલીસે લારીધારક યુવાનને બર્બરતા પૂર્વક માર મારીને PCR વાન સાથે રોડ પર 2 કિમી ઢસડ્યો હતો. પોલીસના મારથી યુવાનને માથામાં 15 ટાંકા આવ્યાં છે.

પોલીસના મારથી યુવાનને માથામાં મળતા અહેવાલ પ્રમાણે આ યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવાનના શરીર પર પણ ઈજાના નિશાન છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ

 

સંવાદદાતા: હર્ષ પટેલ