જુનાગઢ માંગરોળ ખાતે શ્રીહીંગળાજ મંદિરે માતાજીનો પ્રાગટ્ય દિવસ પાટોત્સવ ઉજવાયો.
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના મધ્યમાં આવેલ અતિપૌરાણિક શક્તિપીઠ હીંગળાજ માતાજીના મંદિર ખાતે ચૈત્રી અમાસના દિવસે માતાજીનો પાટોત્સવ માં હીંગળાજ પ્રાગટ્ય દિવસની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ જેમા સવારે મંગળા આરતી અને સાંજે સંધ્યા આરતી સાથે રાત્રે માતાજીના બેઠા ગરબાનુ ભવ્ય આયોજન કરાયુ.
આ અવસરે શહેરના વિવિધ ધુન મંડળોના ગાયકો દ્વારા માતાજીની અલગ અલગ સુંદર સ્તુતિ સાથે પ્રાચીન ગરબા ની રમઝટ બોલાવ્તા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.
માંગરોળના આ અતિપ્રાચીન સ્વયંમભુ પ્રગટ હીંગળાજ માતાજીના મંદિરે મંહતશ્રી દિનેશગીરી બાપુ અને મહંતશ્રી તરુણગીરી બાપુની ઉપસ્થિતીમાં માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભક્તિમય કાર્યક્રમો અને સાંજે પ્રાચીન પરંપરાગત બેઠા ગરબાનુ ભવ્ય આયોજન કરાતા માંગરોળ પીએસઆઇ ડામોર સાહેબ, વિશ્વ હિન્દુપરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, પરેશભાઈ જોષી, લીનેશભાઈ સોમૈયા સહિત વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો વેપારી અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માઈભક્તોએ માતાજીના દશઁન સાથે ગરબાનુ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન જાણીતા ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ
અહેવાલ: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)