જૂનાગઢ પોલીસ ની સરાહનીય કામગીરી….

જૂનાગઢ પોલીસ ની સરાહનીય કામગીરી….

જૂનાગઢમાં રૂ.૮,૦૦૦ ની કિંમતનું સોનાના દાણા તથા રોકડ સહિતનું પર્સ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ફક્ત એક જ ક્લાકમાં શોધી આપેલ

 

જૂનાગઢ ના વતની અમૃતાબેન સાગરભાઇ બારોટ પોતાના ઘરે જવા માટે તળાવ દરવાજાથી ખામધ્રોલ ફાટક જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. ખામધ્રોલ ફાટક પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ.૮,૦૦૦/- ની કિંમતના સામાનનું પર્સ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ આથી નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ને જાણ કરતા પી.એસ.આઇ.શ્રી પી.એચ.મશરૂ, પો.કોન્સ હિનાબેન વેગડા, સુખદેવભાઇ કામળીયા, ગીરીશભાઇ કલસરીયા, એન્જીનિયર જલ્પાબેન રામ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અમૃતાબેન બારોટ જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા અમૃતાબેન પોતાનું રૂ.૮,૦૦૦/- ની કિંમતનું સોનાના દાણા તથા રોકડ સહિતનું પર્સ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-03-U-3151 શોધી પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અમૃતાબેન બારોટનું પર્સ શોધી રીકવર કરી સહિ સલામત પરત કરતાં અમૃતાબેને જૂનાગઢ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- જગદીશ યાદવ ( જૂનાગઢ )