રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને બેસાડી લૂંટ ચલાવતી મહિલાઓ સહીત ગેંગના 5 સભ્યો ઝડપાયા 

રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને બેસાડી લૂંટ ચલાવતી મહિલાઓ સહીત ગેંગના 5 સભ્યો ઝડપાયા

સુરત :

સુરત શહેરમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી, ડરાવી-ધમકાવી સોનાના ઘરેણાની લૂંટ, સ્નેચીંગ, ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ છે. ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતની કૂલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે

ગેંગ પાસેથી ઓરીજનલ ઘરેણા સહિત રૂપિયા 2.15 લાખનો મુદામાલ કબ્જે કરાયો

 

ગેંગ પાસેથી ઓરીજનલ ઘરેણા સહિત રૂપિયા 2.15.980ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણા ચોરી કરતી હતી. ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને રાખવાથી સરળાતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષાના રેડીયમ નંબર વાળા સ્ટીકર બનાવડાવવામાં આવતાં અને તેને બદલી નખાતા હતાં. ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેની રિક્ષા પર દર વખતે અલગ ખોટા રજિસ્ટ્રેશન નંબર વાળા સ્ટીકર ચોંટાડી લૂંટ, સ્નેચીંગ, ચોરીના ગુનાઓને અંજામ આપતાં હતા. જેથી પોલીસ પકડી શકે નહિ.જો કે, આરોપીઓ પકડાઈ જતાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

 

અહેવાલ :- અશ્વિન પાંડે ( સુરત )