*ડૉ.સુભાષ મહિલા કૉલેજ, જૂનાગઢ ના પ્રો.એમ.એ. નંદાણીયા નો નિવૃત્તિ વિદાયમાન સમારંભ યોજાયો*

*ડૉ.સુભાષ મહિલા કૉલેજ, જૂનાગઢ ના પ્રો.એમ.એ. નંદાણીયા નો નિવૃત્તિ વિદાયમાન સમારંભ યોજાયો*

જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલજ,જૂનાગઢ ના મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક ડૉ.એમ.એ.નંદાણીયા વય નિવૃત થી નિવૃત્ત થતા કોલેજમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

ડૉ.એમ.એ.નંદાણીયા સુભાષ મહિલા કોલેજમાં વર્ષ ૧૯૯0થી ફરજ બજાવતા હતા તેમજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી માં પીએચ.ડીના ગાઈડ તરીકે સેવા આપી હતી. અને મનોવિજ્ઞાન અનુસ્નાતક ભવનના પ્રો.ઇન્ચાર્જ તરીકે પણ ફરજ બજાવેલ, એમના માર્ગદર્શન નીચે ૪ જેટલા વિધાર્થીઓએ સશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.મનોવિજ્ઞાન વિષય ના બોર્ડ અને મંડળમાં પણ તેઓએ પોતાની સેવાઓ આપી છે

 

*આ પ્રસંગે ડૉ.એમ.એ.નંદાણીયા એ જણાવ્યું કે*

સ્વ.શ્રી પેથલજીભાઈ ચાવડાના શૈક્ષણિક સેવાયજ્ઞમાં ભાગ લેવાનું થયું એજ મારે મન જિંદગીનો મોટો લાહવો છે.અધ્યયન- અધ્યાપનના ભાગ રૂપે અનેક બહેનો શિક્ષિત અને દીક્ષિત થયા એને મારા જીવનની મોટી ઉપલબ્ધિ માનું છું. ડૉ.સુભાષ પરિવારનો હંમેશા ઋણી રહીશ.

કોલેજના આચાર્યશ્રી બલરામ ચાવડાએ વિદાયમાન આપતા કહ્યું હતું કે ડૉ.મસરી નંદાણીયાની વય નિવૃત્તિ કોલેજ પરિવાર માટે અને વિદ્યાર્થીઓ માટે વસમી જ છે. એક અનુભવી અને સેવાનિષ્ઠ અધ્યાપક તરીકે કોલેજ પરિવાર હંમેશા યાદ રાખશે કેમકે તેમણે ફરજ દરમ્યાન અનેક બલ્ડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા કેમ્પનું આયોજન કરી સમાજને મદદ રૂપ થવા પ્રયત્ન કરેલો છે. કોલેજને એમણે ઘરની જેમ સાચવી અને પૂર્ણ ફરજ નિભાવી છે.

 

*આ કાર્યક્રમમાં ડૉ.સુભાષ કૉલેજનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.

 

૩૩ વર્ષ સાથે રહ્યાની સ્મૃતિઓ વાગોળી હતી.આ તકે કૉલેજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડાએ ડૉ.એમ.એ. નંદાણીયાને નિવૃત્તિ સમયે અંતરની શુભેચ્છાઓ પાઠવી શેષ જીવન નિરામય વીતે એવી કામના કરી હતી.

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)